Monday 4 March 2019

જો ડોકટર બાય-પાસ દર્દી થાય તો.....

 💉: હજી હોસ્પિટલમાજ છું  dr.hgjoshi💉:

મિત્રોનો સંપર્ક છૂટતોજ નથી!  હજી બ્લોગ લખવાનું ચાલે છે! તેય CABG પછી .......તો
મિત્રો શુભેચ્છકોની જ સંવેદનાને આભારી છે,,,,,
ખરેખર આખું જીવન એક તરફ , ICCUની નાઈટસ 2જી તરફ 💐 યાદ કરાવી દે😢 તેટલું !!! 7 પેઢી ગણાવી દે તેટલું પીડન હોય છે દુખાવો નહિ ! આ અચરજ માણવાનું ....😢☺️ અલ્યા આમાંય ધ્યાન આપવાનુું ...? ના જરાય નહિ ! દર્દીને મેંડીકલનો મ ન આવડે પણ આત્મ વિશ્વાસ મજબૂૂત રહે તો ચાલશે યોગા કસરત યાદ પણ નહીંં આવી શકે ! હા

પણ! ધીમા શ્વાસ લો અને છોડો બાબા રામદેવની જેમ કોઈ પરાક્રમ થશે પણ નહીં જરૂરી પણ નથી અને એટલી ફટ ગઈ પતા ભી નહિ વાળી હાલત હશે ! પોતાનો ઈગો ભૂલી જવો ,,,, નાના મા નાનો ICCU નો માણસ દેવદૂતજ માનવો અને ડોક્ટરને તો દેવજ !એનેસ્થેટીસ્ટ તો બુરખામાં રહેવા જીવવા ટેવાયેલા છે
ફિઝિઓ પેથો અન્ય રેડીઓલોજી સોનોગ્રાફી વાળા 1008 જ માની ચાલશો તો .....સુખી થશો. સ્પોન્જ કરાવવા , પોસચર બદલવા, વાળકટિંગ, નગ્ન સઁકોચ ઘેર સેફ માં મુકીનેજ હોસ્પિટલ આવવું. તમે કેટલા સારા ફિગ્રેટ કે કરવી છો કોઈજ ફરક પડતો નથી !! કદાચ કોઈને પોતાનો કઈ ઘમન્ડ હશે તો ચણાના લોટ જેવો પાવડર થઈ જશે ! આભૂષણ તો તબીબી વ્યવસાયમાં અંતરાય ગણાય ! છૂંદણા ટાટૂ ઓળખ થી વધુ કંઈજ નથી!
 તે હે આ બધું ડોકટરોએ ઉભું કરેલું તૂત છે ?
ના ના મોટી મસ ના ! ઈશ્વરનો આશીર્વાદ છે ! ખમી શકો તો રોગ મુક્ત નહિતર પોતાના ચક્રવામાથી જૂની સડેલી માન્યતા ભૂત ભૂવાના ગેરન્ટેડ ઉટ વૈદ કરતા શુદ્ધ મેડિકલ શિસ્ત છે 
વિજ્ઞાન નો આશીર્વાદ છે .....યાદ રાખો દેવી દેવતાઓને પણ ભગવાન અત્યંત શિસ્ત ભક્તિ પછીજ વરદાન આપે છે . તમારી એફોર્ડિંગ શક્તિ ગમે તેટલી વધુ હોય ( પૈસાનું અભિમાન સૌથી પહેલા ઓગળજો) હા જે જરૂરી લાગે તે કરો અભિગમ વ્યહવારું છે.      એક ડોકટર ફી નું વળતર તબીબી સેવાના બદલે હક થી આ વરદાન ધરાવે છે તેને થોડા ઓછા કરવાના બિન જરૂરી પેતરા ન કરો. ઈશ્વર તમે ઓછી ચૂકવેલી ગુપચાવેલ દબાણ થી ઘટાળેલી સરભર કરીજ લે શે !


છતાંય બધા પાના ઈશ્વર પાસે !જો સહેજ ઈશારો કરે ખેલ ખતમ! શું મોડર્ન એનેસ્થેશિયા શોધાયા છે ! બેભાન સુધી ઠીક પણ પછી કંઈજ મોટર એક્ટિવિટી 6 માસના બાળક જેવી થઈ જાય .... કહા ગઈ વો ......કૅથટરસ બાંધેલા હોય 5 દિવસનું પ્રોટોકોલ ફોલોઅપ હોય ! સીધી ધમનીમાં ચેનલો ચાલુ હોય પેરીફરલ મીડિયન ઓછામાં ઓછા 3 માર્ગો અને ડાયરેકટ સબકલેવીયન મોટી વેઇન ચાલુ હોય ! રેડિયલ આર્ટરી ચાલુ હોય , નાની પોચી વેઇનો ઇન્ટરકેથ થી અવેલેબલ હોય ! ફેમોરલ આર્ટરી રિઝર્વ તૈયાર હોય દવાઓના લીધે બાયો કેમિકલ કુદરતી હાજતો પર ડોકટરની ગોઠવણી મુજબ વધઘટ નિયતરણ અપડેટ ચાલુ હોય ! ચબરાક ICCU ની જોઈ સાંભળેલી કરતા વધુ હોશયાર હોય ! જ્યારે જ્યારે તક મળે લાઈન ચેક કરી લે ! ડોકટર્સના 2 હુકમની વચ્ચે !એમ્પ્યુલ ક્યારે તોડી કેટલો ડોઝ કઈ લાઈનમાં બધુજ ઓટો પર હોય તો પણ કાઉન્ટર ચેક ક્રિજ લે ! કોઈ ચાન્સ નહિ લેવાનો ! આ બધું પાછું સમજણ સહ જોયા કરવાનું પોતાના ઉપરજ ! તમારે દોઢ ડહાપણ બતાવવાની શક્તિ તો ક્યારનીય ઉડી ગઈ હોય ! *ઘણીવાર થાય *સર* બેભાનજ કરી, જે મન્તરવું હોય તે કરો........ 10 માં દિવસે પાટા પિંડી સાથે બાહર*!  🙏 કોમા જેવામાં કરી આપો !!! 🙏
dr hgj2006💉:
કદાચ આવું દર્દીની માનસિકતા માટે કોઈ શોધે તો ખોટું નથી

*ICCU , સગા વહાલા, અવર જવર પ્રતિબન્ધ , જરૂરી મેડિકલ શિસ્ત આગ્રહ, શન્કા શીલ સગા*     ....*મારે તો અહીં ભારે ઓળખાણ છેથી જેટલું દૂર તેટલું સારું* ...!!!!!! કોઈ પણ  વાળાઓથી ...દૂર
રહેવું હિતાવહ !😊  *જુઓ અમે પ્રયત્ન કરી શકીએ બાકી બધું ઉપરવાળા પર છોડી દેવાનું* !

આવું થાય ત્યારે ઉપરવાળો શું ! કરેલી નાની મોટી હરકતો ,  તડપ આપે તે અનુભવવું જરૂરી છે !!!!સદકાર્યો , આશિષ , શુભેચ્છા અદશ્ય સ્વરૂપે જે રક્ષણ કરે છે તેય અદભૂત છે !
પેલો રૂમાલ પકડીને જરા ખેંચી લેવાની ક્રિયા ઓવર વેઇટ સ્પર્ધા જેવી લાગે!  ને ત્યારે સાલું આ ઉપર
વાળા એ ક્યાં કશું આપણને આપયુજ છે .....  જે આપણને બધું પરાક્રમ લાગે તેતો પરપોટો જ છે....
આવું બધું થાય ! વિચારી શકો તો સાત્વિક શુભેચ્છા આશીર્વાદ ના મહત્વ માહત્મ્ય 1કજ સેકન્ડ માં સમજાઈ જાય ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[3/4, 4:38 PM] dr hgj2006💉: હોસ્પિટલની કિડની ટ્રે માય આસિસ્ટન્ટ પ્રોફેસરની ખુમારી હોય ! જેમ સરેન્ડર થતા જઈએ પ્રભુ ને બધું સોંપતા જઈએ આ આવનાર ડોકટર અને તેના સાગરીતો ભગવાનેજ મોકલ્યા તેમની આશ આવડત હોશ ચીવટ પ્રતિબદ્ધતા તોજ ટકશે જો આપણે પોતે દર્દી તરીકે
0 કંમ્પ્લેઇન , ટોલરન્સ એટલે શું એ પણ ભૂલી જઈએ
મને ડૉક્ટર અને સ્ટાફ મહાન VIP ગણે છે ! આનાથી વધુ સારું શું ?
નરસિંહ મહેતા ના વન્શજ હોઈ થોડું ઘણું જે શ્લોક ભજન ગીતો રસધાર સાત્વિક ચેનલો મનમાં વસી ગઈ હશે તો તરી જવાશે... ધીમા *શ્વાસલો ધીમા મૂકો* ...
*કહે તેટલું ઈમાનદારીથી કરો*
*ઈશ્વર પર છોડી દો, શ્રદ્ધા પૂર્વક,,,,,, સંશય સહ નહિ.
ઈશ્વર સૌનું કલ્યાણ કરશે જ
🙏. 🙏
dr hgj2006💉: મારા પર અથાગ શુભેચ્છાઓ વરસી છે ! હું હજી આવા માય સંશોધનાત્મક શેર કરી શકું છું ...છતાંય ટ્રાફિક કોઈને નડતો નથી ...... બસ આજ પ્રિન્સિપલ પર ધૈર્ય થી સારું પરિણામ આવતું હોય છે !
- ડૉ એચ જી જોષી